Video: દીકરીની કસ્ટડી મામલે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત હાઈકોર્ટે સગીર દીકરીની કસ્ટડી મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે માતા કુદરતી વાલી હોવાથી દીકરી તેની કસ્ટડીમાં હોય તો તેને ગેરકાયદે કસ્ટડી ગણાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચેમ્બરમાં દીકરી સાથે વાતચીત કરી હતી, જેમાં દીકરીએ માતા સાથે ખુશ હોવાનું અને પિતા સાથે રહેવાની અનિચ્છા દર્શાવી હતી. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે કાયમી કસ્ટડીનો વિવાદ હેબિયસ કોર્પસ અરજી મારફતે નક્કી કરી શકાય નહીં. આ મામલે કાયમી કસ્ટડીની કાર્યવાહી ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ હોવાથી બંને પક્ષોને ત્યાં કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. આમ, દીકરીની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે.
જાહેરાત








