Video: દિવાળી ઇફેક્ટ.. ફૂલોના ભાવમાં થયો વધારો

સોર્સ: gstv

પ્રકાશના પર્વ પર ફૂલોના ભાવમાં વધારો થયો છે.. પૂજા તેમજ ડેકોરેશન માટે ફૂલોની માંગ વધતા ભાવ ઉંચકાયા છે... અમદાવાદમાં ફુલ બજારમાં ભાવ ની વાત કરીએ તો ગુલાબના ફૂલ દિવાળી પહેલા 120 થી ૧૫૦ રૂપિયા કિલો મળતા હતા આજે વધીને 250 રૂપિયા થયા છે તો ગલગોટા 15 થી 20 રૂપિયા કિલો મળતા હતા આજે 50 થી 60 રૂપિયા કિલો થયા છે સફેદ રંગના સેવંતી ફુલ ના ભાવમાં બહુ ફેર પડ્યો નથી સેવંતી 100 થી 120 રૂપિયા કિલો મળી રહ્યા છે વેપારીઓનું માનીએ તો દિવાળીના પાંચ દિવસમાં ફૂલો ની ભારે માંગ રહે છે.. માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ વધે છે અમદાવાદની વાત કરવામાં આવે તો આણંદ અને અમદાવાદના આસપાસના વિસ્તારમાંથી ફૂલો આવે છે જ્યારે નાશિક...મધ્યપ્રદેશ. અજમેર સહિતના ભાગમાંથી ફૂલોની આવક થતી હોય છે..ફૂલોના ભાવ વધતા ગ્રાહકો ના ખિસ્સા પર ભાર વધ્યો છે. જોકે ભાવ વધે તો પણ ભગવાન પાછળ ખર્ચ કરવામાં લોકો અચકાતા નથી

આ સમાચાર શેર કરો

જાહેરાત