Video: બનાસકાંઠાના ડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

બનાસકાંઠાના ડીસાના શેરપુરા ગામે બનેલી આ ઘટનામાં મંડપના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ગોડાઉનમાં રાખેલો મંડપનો કિંમતી સામાન બચાવી શકાયો નહોતો. આગ લાગતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને કુલ નુકસાનનો આંકડો જાણી શકાયો નથી, જે પોલીસ અને તંત્રની તપાસ બાદ જ સામે આવશે.
જાહેરાત








