Video: સુરતના કાપડના વેપારીની દિવાળી બોનસ આપવાની અનોખી પહેલ, કર્મચારીઓને ચાંદીની થાળીમાં નવી નોટોના બંડલ ભેટમાં આપ્યા

સોર્સ: gstv

સુરતના મોટા વરાછામાં કાપડનો ધંધો કરતા વેપારી રામસ્વરૂપ મુંડેએ દિવાળી નિમિત્તે પોતાના ૨૦ કર્મચારીઓને સામાન્ય બોનસ આપવાને બદલે અદભુત અંદાજમાં સન્માનિત કર્યા છે. ચાંદી જેવી ચમકતી પૂજાની થાળીમાં ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની નવી કડકદતી નોટોના આખા-આખા બંડલ વ્યવસ્થિત ગોઠવીને કર્મચારીઓની પત્નીના હાથે આ બોનસ ભેટ આપવામાં આવ્યું હતું. નવોટના બંડલ સાથે આ પ્રકારે રોકડ બોનસ મેળવીને સ્ટાફ ભાવુક થઈ ગયો હતો. હાલ આ અનોખા બોનસ વિતરણનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, અને લોકો આ વેપારીની ઉદારતા તેમજ કર્મચારીઓ પ્રત્યેના આદરભાવની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત