Video: ડાંગ ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારીઓ

સોર્સ: gstv

ડાંગ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકાની કુલ 41 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીલક્ષી આયોજનના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજી બેઠકોની ફાળવણી અને અનામત અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરી અને પ્રવર્તમાન નિયમો મુજબ ગ્રામ પંચાયતોમાં વોર્ડ પ્રમાણે બેઠકોનું રોટેશન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાત વર્ગો માટે 27 ટકા બેઠકો અનામત રાખવાની નવી જોગવાઈ મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે ચૂંટણીલક્ષી તૈયારીઓ અને બેઠકોની ફાળવણી અંગે વિગતો આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત