Video: વાપીમાં પત્રકાર પર હુમલાની ઘટના બાદ પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સોર્સ: gstv

વાપીમાં પત્રકાર પર હુમલાની ઘટના સામે આવી છે. વાપી ટાઉન વિસ્તારમાં એક પત્રકાર પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, પત્રકારે પોલીસની પ્રેસનોટના આધારે પકડાયેલા આરોપીના સમાચાર પ્રસારિત કર્યા હતા, જેની અદાવત રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પત્રકાર દ્વારા વાપી ટાઉન પોલીસને સીસીટીવી ફૂટેજ સોંપવામાં આવ્યા હોવા છતાં પોલીસની કાર્યવાહી ધીમી હોવાના આક્ષેપ સાથે પત્રકારોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ ઈજાગ્રસ્ત પત્રકાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે હુમલો કરનાર પરિવાર સહિત ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત