Video: કંકાસામાં ખેડૂતોનો વીજ વિભાગ સામે આક્રોશ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેતરોમાંથી હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની માલિકીની ખેતીની જમીનમાંથી વીજ લાઈન નાખવાની કામગીરી માટે કોઈ પૂર્વ મંજૂરી કે સંમતિ લેવામાં આવી નથી. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ કામગીરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવતાં ખેડૂતો સ્થળ પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. પોતાની જમીનમાંથી વીજ લાઈન પસાર થવાની હોવા છતાં જાણ કેમ કરવામાં આવી નથી તેવો સવાલ ખેડૂતોએ ઉઠાવ્યો છે. વીજ લાઈન નાખવા માટે કયા નિયમો અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
જાહેરાત








