Video: દિવાળીના તહેવાર પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિવાર સાથે આઇસક્રીમનો આનંદ!

રાજ્યના કામકાજની વ્યસ્તતા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યા. દિવાળીના તહેવાર પહેલાં રાત્રિના સમયે મુખ્યમંત્રી પરિવારજનો અને બાળકો સાથે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક આઇસક્રીમની દુકાને પહોંચ્યા હતા.
અહીં તેમણે પરિવાર સાથે આઇસક્રીમનો સ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રીને અચાનક પોતાની વચ્ચે જોઈને દુકાનમાં હાજર નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે હળવાશથી મુલાકાત કરી હતી અને તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી.
મુખ્યમંત્રીનો આ અંદાજ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વ્યસ્ત રાજકીય અને સરકારી કાર્યક્રમો વચ્ચે પરિવાર સાથેની આ નાનકડી પળોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
જાહેરાત




