Video: ધનતેરસના દિવસે વેપારીઓએ હિસાબી ચોપડાની કરી ખરીદી

સોર્સ: gstv

ધનતેરસના દિવસે વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે ત્યારે વેપારીઓ દ્વારા લાલ ચોપડા એટલે કે હિસાબના ચોપડાની ખરીદી કરવામાં આવી.. અમદાવાદમાં આવેલું કાગદી બઝાર ચોપડાની ખરીદી માટે જાણીતું છે ત્યારે ધનતેરસના દિવસે બજારમાં ભીડ જોવા મળી.....દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે જેની ખરીદી વ્યાપારીઓ શુભ દિવસે કરે છે. ધનતેરસ શુભ દિવસ છે તેથી વેપારીઓ આ દિવસે ચોપડા ખરીદે છે..એક જમાનો હતો જ્યારે વેપારીઓ લાલ ચોપડામાં હિસાબ કરતા હતા.. પણ બદલાતા જમાનામાં હવે હિસાબ કરવા ચોપડા ગાયબ થઈ ગયા છે.આધુનિક જમાનામાં ભલે લેબ ટોપ ..કમ્પ્યુટર ની ઉપયોગ થાય પરંતુ દિવાળી નાં દિવસે ચોપડા પૂજન ની પરંપરા જળવાઈ રહીછે...શુકન માટે હિસાબ નાં લાલ ચોપડા નું પૂજન કરવામાં આવે છે 

આ સમાચાર શેર કરો

જાહેરાત