Video: ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થયેલા 3 બાળકિશોર ઝડપાયા

મહેસાણા સ્થિત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થયેલા ત્રણ બાળ કિશોરો ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિક્યુરિટી દ્વારા ઓબ્ઝર્વેશન હોમનો દરવાજો ખોલવામાં આવતા જ આ ત્રણેય કિશોરો અચાનક નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ મહેસાણા પોલીસનો કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે સઘન શોધખોળ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા ત્રણેય બાળ કિશોરોને સફળતાપૂર્વક શોધી કાઢીને પકડી પાડ્યા હતા.
જાહેરાત







