Video: ગાંધીનગરમાં વન રક્ષકોનું આંદોલન સાતમા દિવસે પણ યથાવત

સોર્સ: gstv

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વન રક્ષકોનું આંદોલન આજે સાતમા દિવસે પણ અવિરતપણે યથાવત રહ્યું છે. વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ માત્ર મૌખિક બાંહેધરી આપવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નાણા વિભાગમાં પડતર દરખાસ્તોનું ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હોવા છતાં, વન રક્ષકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી લેખિતમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. જો હકારાત્મક નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન સહિતના વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની પણ આંદોલનકારીઓએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત