Video: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી પહેલા મળશે આઠ કરોડ રૂપિયા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

દિવાળી પહેલા વ્યારા સુગરના ૮૦૦થી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા આશરે ૮ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી છે, જેથી સમયસર નાણાં ન મળવાથી મુશ્કેલીમાં મુકાયેલા આદિવાસી ખેડૂતોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને સ્થાનિક નેતાઓની રજૂઆતોના પગલે લેવાયેલા આ નિર્ણય હેઠળ રાજ્ય સહકારી બેંક દ્વારા આજથી જ નાણાં ચૂકવવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે, વ્યારા સુગર મિલમાં બાકી નીકળતા નાણાં મેળવવા ને માટે ખેડૂતો સતત 34 દિવસો થી ધરણા પર હતા.
જાહેરાત







