Video: અમરેલીના લિલિયાના ગુંદરણ ગામે ગાડીમાં બે યુવકોને જીવતા સળગાવવાના મામલે પોલીસે બંને આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું

સોર્સ: gstv

અમરેલીના લિલિયાના ગુંદરણ ગામે બનેલી આ ભયાનક ઘટનાના આરોપીઓ વિનોદ વરસંગ ડોડીયાર અને રાજુ ડોડીયારને લિલિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ સમક્ષ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીઓએ કઈ રીતે તુફાન કારને રોકીને જીવતા યુવકોને સળગાવ્યા હતા તેનું લાઈવ પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. કુખ્યાત ઘટનાનું રીકન્સ્ટ્રક્શન જોવા માટે આસપાસના ગ્રામજનોના ભારે ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે ડીવાયએસપી વિસ્મય માનસેતાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપીને તપાસની વિગતો શેર કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં આ ચકચારી કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત