Video: અંબાજી મંદિરમાં ભક્તિભાવનો અનોખો માહોલ: ચેન્નાઈ નિવાસી મૂળ રાજસ્થાનના ભક્તે બેસતા વર્ષના પર્વે માતાજીને અર્પણ કર્યો ૨૦૦ ગ્રામ સોનાનો હાર

સોર્સ: gstv

બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરે પહોંચેલા ભક્ત અને તેમના પૂરા પરિવારની ઉપસ્થિતિમાં આ વિશેષ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. ભક્તે માતાજીના ચરણોમાં અર્પણ કરેલા આ નવલખા સોનાના હારનું અંદાજિત વજન ૨૦૦ ગ્રામ જેટલું છે, જેની બજાર કિંમત આશરે ૨૬ લાખ ૯૧ હજાર રૂપિયા જેટલી થાય છે. મંદિરમાં પરિવાર સાથે પહોંચીને ભક્તે હાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરાવી હતી. ત્યારબાદ આ ભવ્ય અને કિંમતી સોનાનો હાર મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસમાં સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત