Video: સુરતના પાલમાં ચાલુ થારમાંથી ફટાકડા ફોડવાનો સ્ટંટ

સોર્સ: gstv

સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાનો એક જોખમી સ્ટંટ સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થાર કારના ચાલકે એક હાથે સ્ટિયરિંગ પકડીને બીજા હાથે ચાલુ કારમાંથી આકાશમાં સ્કાય શોટ્સ ફોડી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. જાહેર રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોવા છતાં કાર ચાલકે આવી બેદરકારીભરી હરકત કરી રોડ સેફ્ટીના ધજાગરા ઉડાડ્યા હતા. અન્ય વાહનચાલકો માટે અકસ્માત સર્જી શકે તેવા આ જોખમી સ્ટંટને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પાલ પોલીસ હરકતમાં આવી છે અને ગાડીના નંબરના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત