Video: અમદાવાદમાં પોક્સો કેસમાં DNA રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં માતાએ કરેલી સમાધાનની અરજી કોર્ટે ફગાવી

સગીરાના શોષણના કેસમાં આરોપીનો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં, પીડિતાની માતા દ્વારા કોર્ટમાં ફરિયાદ પાછી ખેંચવા માટે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. આ જોઈને અમદાવાદની વિશેષ કોર્ટના જજ અત્યંત નારાજ થયા હતા અને માતાને આકરી ટકોર કરતાં પૂછ્યું હતું કે, એક માતા થઈને આવું કરો છો, તમને શરમ નથી આવતી કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે પોક્સો જેવા ગંભીર ગુનામાં કોઈ પણ દબાણ કે સમાધાનના આધારે ન્યાયની પ્રક્રિયાને અટકાવી શકાય નહીં. સગીરાની સુરક્ષા અને ન્યાયને પ્રાથમિકતા આપતાં અદાલતે પક્ષકારો અને વકીલોની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અંતે, કાયદાકીય પ્રક્રિયા સાથે રમત રમનારા પ્રયાસો સામે લાલઘૂમ થઈને વિશેષ કોર્ટે માતાની અરજી ફગાવી દીધી હતી.
જાહેરાત







