Video: વડોદરામાં સોના-ચાંદીના ભાવવધારા વચ્ચે ધનતેરસની ખરીદીનો ક્રેઝ

સોર્સ: gstv

વડોદરામાં ધનતેરસના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવતું હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે. જોકે, છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ તોલે અંદાજે ચાર હજાર રૂપિયાનો વધારો થતાં સામાન્ય ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. સોનાના ઊંચા ભાવને કારણે અનેક લોકો ખરીદીનું પ્રમાણ ઘટાડી રહ્યા છે. કેટલાક ગ્રાહકો નાની વીંટી, ચેઇન, સોનાના સિક્કા અને ચાંદીની વસ્તુઓ ખરીદીને ધનતેરસનું શુકન કરી રહ્યા છે. આમ, ભાવવધારા વચ્ચે પણ વડોદરાના બજારમાં સોના-ચાંદીની ચમક યથાવત જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત