Video: દિવ્ય રોશનીથી ઝળહળ્યું મંદિર પરિસર, દર્શનાર્થીઓની સુવિધા માટે ૩૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે તૈનાત.

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં દીવાળી અને નૂતન વર્ષ નિમિત્તે મલ્ટી કલર લાઈટિંગનો દિવ્ય અને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓના આકર્ષણ માટે મંદિર પરિસરમાં બે વિશાળ અને સુંદર રંગોળીઓ પણ તૈયાર કરવામાં આવશે. તહેવારો દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવનાર હોવાથી ટ્રસ્ટ દ્વારા દર્શન અને પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે ખાસ આયોજન હાથ ધરાયું છે. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે દરરોજ ૩૦૦થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો રાત-દિવસ ખડેપગે સેવા આપશે. સમગ્ર ધામમાં ભક્તિ અને ઉત્સવનો અનોખો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત