Video: ગાંધીનગર મનપામાં નવા હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો

સોર્સ: gstv

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોએ પોતપોતાનો ચાર્જ ગ્રહણ કર્યો છે. આ ઉપરાંત દંડક અને પક્ષના નેતાએ પણ પદભાર સંભાળ્યો છે. નવા હોદ્દેદારોએ ગાંધીનગરના સર્વાંગી વિકાસ અને પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગાંધીનગરને ઈઝ ઓફ લિવિંગ અને સ્માર્ટ સિટી બનાવવા માટે પાયાની સુવિધાઓ વધુ મજબૂત કરવામાં આવશે. સંકલ્પ પત્રમાં આપેલા વચનો અને વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને ધ્યાનમાં રાખીને નાગરિકલક્ષી વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત