Video: આણંદના ઉમરેઠની શીલી ગ્રામ પંચાયતમાં તલાટી અને સ્ટાફ સમયસર હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો

આણંદના ઉમરેઠના શીલી ગ્રામ પંચાયતમાં તલાટી સહિતનો સમગ્ર સ્ટાફ સમયસર હાજર રહેતો નથી, જેને કારણે સરકારી કામકાજ માટે આવતા ગ્રામજનોને વારંવાર ધક્કા ખાવા પડે છે અને નાણાં પણ ચૂકવવા પડતા હોવાની આક્ષેપભરી ફરિયાદો ઉઠી છે. આ દરમિયાન એક જાગૃત નાગરિકે પંચાયત કચેરીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં પંચાયતમાં સ્ટાફ માત્ર દારૂ પીવા આવતો હોવા સુધીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જવાબદાર કર્મચારીઓની બેદરકારી અને કથિત ગેરહાજરીથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ ક્યારે તપાસ કરી કડક કાર્યવાહી કરે છે, જો કે આ મામલે તલાટી કે પંચાયત તંત્રનો સત્તાવાર ખુલાસો હજુ સુધી સામે આવ્યો નથી.
જાહેરાત








