Video: કચ્છના રણમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

કચ્છના હાજીપીર નજીક આવેલા રણ વિસ્તારમાંથી BSFના જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે. 40 વર્ષીય ચાંદ મહમંદ નામનો આ શખ્સ રવિવારે સાંજે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતીય વિસ્તારમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. BSFની 90મી બટાલિયનના જવાનોએ બોર્ડર પિલર નજીક તેની શંકાસ્પદ હિલચાલ જોઈ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અટક્યો નહોતો. ત્યારબાદ જવાનોએ તેને ફેન્સિંગથી આશરે 20 મીટર આગળથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી અને તે પાણી માગી સતત બબડતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક આશંકા મુજબ ચાંદ મહમંદ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત







