Video: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પહેલાં જળસંકટ સર્જાયું, જંગલમાં બોર કરવા છતાં પાણી ન મળતા ચિંતા વધી

ચોમાસુ સારું ન રહેવાના કારણે ગિરનારના જંગલમાં આવેલા કુદરતી પાણીના પોઇન્ટ સુકાઈ ગયા છે. તંત્ર દ્વારા જંગલમાં બોર કરવામાં આવ્યા હતા પરંતુ પાણી ન મળતાં ચિંતા વધુ વધી છે. જો કે, આગામી લીલી પરિક્રમામાં આવનાર લાખો યાત્રિકોને પીવાના પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. યાત્રિકો અને વન્યજીવો માટે પાણીના પોઇન્ટ ઊભા કરવા તેમજ ટેન્કર મારફતે જંગલમાં પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીએ ખાતરી આપી છે કે પરિક્રમા દરમિયાન યાત્રિકો માટે પાણીની કોઈ જ મુશ્કેલી ઊભી થવા દેવામાં આવશે નહી
જાહેરાત






