Video: એશિયન ગેમ્સ મેડલ વિજેતા સરિતા ગાયકવાડ સાથે રેતીના વેપારમાં લાખોની છેતરપિંડી

ડાંગની 'ગોલ્ડન ગર્લ' અને એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડ મોટી ઠગાઈનો ભોગ બની છે રેતીના વેપારમાં રોકાણ કરવાથી દર મહિને 4 ટકા નફાની લાલચ આપીને તાપીના વ્યારાના નિતિનભાઈ ભારતીએ તેમની 69 લાખ 10 હજારથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સરિતા ગાયકવાડે ફોન-પે અને બેંક ખાતાઓ દ્વારા આ રકમ ટ્રાન્સફર કરી હતી, જેમાંથી અત્યાર સુધી માત્ર 1 લાખ 80 હજાર જ પરત મળ્યા છે, જ્યારે 67 લાખ 30 હજારથી વધુ મેળવવાના બાકી છે. આરોપી છેલ્લા બે મહિનાથી ફોન પણ રિસીવ નથી કરી રહ્યો. આ મામલે ન્યાય મેળવવા માટે સરિતા ગાયકવાડ આહવા SOG સમક્ષ પહોંચીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
જાહેરાત







