Video: અદાણીએ CNG ગેસનો ભાવ વધાર્યો

સોર્સ: gstv

અમદાવાદીઓને દિવાળી પહેલા જ મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં માત્ર 14 દિવસમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોએ અઢી રૂપિયાનો વધારો થતાં CNGનો નવો ભાવ 100 રૂપિયા 77 પૈસા પર પહોંચી ગયો છે. અગાઉ 23 ઓક્ટોબરે પ્રતિ કિલોએ 4 રૂપિયા 45 પૈસા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે પહેલી ઓગસ્ટે પણ 4 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. આમ, ત્રણ મહિનામાં CNGના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો વધારો થતાં વાહનચાલકોના બજેટ પર અસર પડશે. ખાસ કરીને રિક્ષા અને ટેક્સીચાલકોના ખર્ચમાં વધારો થતાં ભાડાં વધારવાની માગ ઊઠી શકે છે, જેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત