Video: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા

સોર્સ: gstv

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીએ બાતમીના આધારે ૬ આરોપીઓની ધરપકડ કરી છે. સિદસર રોડ પરથી કોપરના વાયર અને ક્રેટા કાર સહિત કુલ રૂપિયા ૨૧ લાખ ૩૬ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા છે. આ ઇસમોએ વરતેજ હાઇવે પર આવેલ ખુશ્બુ મેટલ કારખાનામાંથી આ તાંબાના વાયરની ચોરી કર્યાની કબૂલાત કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી બે શખ્સો વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય ૫ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત