Video: અમદાવાદ મ્યુનિસિપાલિટીની તિજોરી છલકાઈ

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં વેરા વસૂલાતથી રૂ. 1,730 કરોડની માતબર આવક થઈ છે. પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વ્હીકલ ટેક્સ અને મિલકત નામ ટ્રાન્સફર ફી મળીને આ આવક થઈ છે, જે ગત નાણાકીય વર્ષ 2025-26ની કુલ આવક રૂ. 2,377 કરોડની સરખામણીએ 72.79 ટકા છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે આ સમયગાળામાં પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્સની રૂ. 1,547.35 કરોડની વસૂલાત થઈ હતી, જ્યારે આ વર્ષે રૂ. 1,710.78 કરોડની વસૂલાત થઈ છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ રૂ. 163.43 કરોડનો વધારો નોંધાયો છે. એક તરફ શહેરીજનો સમયસર વેરો ભરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, સારી ડ્રેનેજ વ્યવસ્થા અને સુવિધાયુક્ત રસ્તા મળે તેવી અપેક્ષા વધી છે. હવે વેરાની આ માતબર આવકનો ઉપયોગ શહેરના વિકાસ અને પાયાની સુવિધાઓ સુધારવામાં થાય તે જરૂરી બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત