Video: પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સોર્સ: gstv

રાજ્યભરની જેલની સાથે પાટણ કલેક્ટર કચેરીને પણ બોંબથી ફૂંકી મારવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે. જેથી ભારે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.. એક અજાણ્યા ઈમેલ દ્વારા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મેલ મળતા જ જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તત્કાલ પગલાંરૂપે એલસીબી, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની વિશેષ ટીમો તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તુરંત બહાર સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા અને કલેક્ટર સંકુલમાં આવેલી વિવિધ શાખાઓ તેમજ કચેરીઓમાં સઘન તપાસ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. જો કે સઘન તપાસ બાદ ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત