Video: છોટાઉદેપુરમાં PWDના કમ્પાઉન્ડમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

છોટાઉદેપુરના કિલ્લા વિસ્તારમાં આવેલા PWDના કમ્પાઉન્ડમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
જાહેરાત








