Video: ભાવનગર ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં માત્ર ૩૧ દિવસમાં: આરોપી ફૈઝલ લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી

સોર્સ: gstv

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક એસઆઈટીની રચના કરી હતી અને માત્ર એક જ મહિનામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સ્પેશિયલ સરકારી વકીલની ધારદાર દલીલો અને અદાલતમાં રજૂ કરાયેલા સચોટ પુરાવાઓને આધારે ભાવનગર જિલ્લામાં પ્રથમવાર માત્ર ૩૧ દિવસમાં ઝડપી ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. કોર્ટે ન્યાયની આ કડીમાં આરોપી ફૈઝલ લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત