દિવાળી પહેલાં અમરેલી-સાવરકુંડલા APMCમાં કપાસની બમ્પર આવક: મણના ₹1,850 સુધી ભાવ મળવા છતાં ખેડૂતો ચિંતિત

દિવાળી પહેલાં અમરેલી-સાવરકુંડલા APMCમાં કપાસની બમ્પર આવક: મણના ₹1,850 સુધી ભાવ મળવા છતાં ખેડૂતો ચિંતિત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ (APMC)માં દિવાળીના તહેવારો દરમિયાન કપાસની બમ્પર આવક નોંધાઈ છે. આગામી પાંચ દિવસના દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે યાર્ડમાં પહોંચતા બંને APMC કપાસથી છલકાઈ ગયા છે.

યાર્ડમાં રોનક પણ ખેડૂતોના ચહેરા પર ચિંતા

સાવરકુંડલા યાર્ડમાં આશરે 12 હજાર મણ અને અમરેલી યાર્ડમાં 9 હજાર મણ કપાસની આવક થઈ છે. હાલમાં બજારમાં કપાસનો ભાવ મણ દીઠ રૂ. 1850 સુધી મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, સારા ભાવ મળવા છતાં આ વર્ષે ઓછું ઉત્પાદન થવાથી અને ખેતીનો ખર્ચ વધવાથી ખેડૂતોનું કમાણીનું ગણિત ખોરવાયું છે. જેના પગલે ખેડૂતો વસવસો વ્યક્ત કરી રહ્યા છે. દિવાળીના સમયે યાર્ડમાં રોનક તો જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ઉત્સાહની સાથે કમાણી અંગેની ચિંતા પણ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત