Video: સુરેન્દ્રનગરમાં દિવાળીની ખરીદી પર મોંઘવારીનો માર

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ફટાકડાના ભાવમાં આ વર્ષે અંદાજે 20 ટકાનો વધારો થયો છે, જ્યારે મીઠાઈ, રંગોળી, ઘરસુશોભનની વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓ પણ મોંઘી બની છે. એક તરફ દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, તો બીજી તરફ વધતા ભાવને કારણે ખરીદીમાં નિરસતા જોવા મળી રહી છે. ગ્રાહકો જરૂરી ચીજવસ્તુઓની જ ખરીદી કરી રહ્યા હોવાથી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. તહેવારની સિઝન હોવા છતાં બજારમાં અપેક્ષા મુજબ ઘરાકી ન નીકળતાં વેપારીઓને વેપાર મંદ રહેવાની ભીતિ સતાવી રહી છે.
જાહેરાત






