Video: ગુજરાતી રંગભૂમિની જાણીતી સંસ્થા અર્પણ થિયેટરે 55 વર્ષની સફરની ઉજવણી કરી

અમદાવાદના ગુજરાતી રંગભૂમિના જાણીતા અર્પણ થિયેટરે સ્થાપનાનાં 55 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ વિશેષ સમારોહમાં પદ્મશ્રી અને ફિલ્મ સમીક્ષક ભાવના સોમાયા, જાણીતા કલાકાર અવતાર ગિલ અને અનંગ દેસાઈ સહિત નાટક તથા ફિલ્મ જગતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. અર્પણ થિયેટરની સાડા પાંચ દાયકાની સફર અને સિદ્ધિઓને બિરદાવવા વિશેષ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા કલાકારો, દિગ્દર્શકો અને પડદા પાછળ રહીને મહેનત કરતા બેકસ્ટેજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતી રંગભૂમિના વિકાસમાં કલાકારો અને રંગકર્મીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
જાહેરાત







