Video: પૂર્વ ફાયર ઓફિસર અમિત ડોંગરેને જામીન

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પ્રોબેશનરી ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને હાઈકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. તેમની સામે 6 ફાયર સેફ્ટી એનઓસી આપવાના બદલે પ્રતિ એનઓસી 6,000 લેખે કુલ 36,000ની લાંચ માગ્યાનો આક્ષેપ થયો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે અરજદાર પાસેથી સીધી લાંચની રકમ મળી આવી નથી તથા કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. 7 ઓગસ્ટ 2026થી જેલમાં રહેલા અમિતકુમાર ડોંગરેને કોર્ટે 25,000ના અંગત બોન્ડ અને સમકક્ષ જામીનદાર સહિતની કડક શરતોને આધીન રહીને રાહત આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત