Video: વિરપુરમાં કમોસમી વરસાદથી પાક બરબાદ, ખેતરમાં મરચીનું બેસણું યોજી વળતર માગ્યું

સોર્સ: gstv

યાત્રાધામ વીરપુર પંથકમાં કમોસમી માવઠાએ ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું છે. સતત બીજા દિવસે ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી મરચીનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને છોડ પરથી મરચાં ખરી પડ્યાં છે. આ ઉપરાંત કપાસ, મગફળી અને તુવેર જેવા પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. એક વીઘા દીઠ ૩૫ થી ૪૦ હજાર રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરમાં જ મરચીના પાકનું બેસણું યોજી અનોખો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત