Video: વડોદરાના સયાજીગંજમાં દારૂડીયા કારચાલકનો આતંક

સોર્સ: gstv

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા પાસે દારૂડીયા કારચાલકનો આતંક સામે આવ્યો છે..આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બેફામ ઝડપે કાર હંકારી રહેલા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો..જ્યાં તેણે મનપા દ્વારા દિવાળીના તહેવારને લઈને કરવામાં આવેલા લાઇટિંગના સ્ટ્રક્ચરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લાઇટિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હતું. નશાની હાલતમાં કાર ચલાવવાના કારણે સર્જાયેલી આ ઘટનાની અસર એવી થઈ કે પાલિકાએ દિવાળી માટે કરેલું આકર્ષક લાઇટિંગ પણ ઉતારી લેવાની ફરજ પડી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત