Video: મહેસાણામાં જમીન માપણી વાંધા અરજીઓનો નિકાલ ઝડપી

સોર્સ: gstv

મહેસાણા જિલ્લામાં વર્ષોથી પેન્ડિંગ રહેલી જમીન માપણીની વાંધા અરજીઓના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. જિલ્લા જમીન માપણી કચેરીને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યા બાદ અરજીઓના નિકાલની પ્રક્રિયા ઝડપી બની છે. કડી ઝોનમાં નોંધાયેલી કુલ 21 હજાર 944 વાંધા અરજીઓમાંથી અત્યાર સુધીમાં 9 હજાર 784 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ 12 હજાર 160 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. વિવિધ ગામોમાં માપણીની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે બાકી ગામોમાં બે-બે સર્વેયરોની વિશેષ ટીમ બનાવી કામગીરી હાથ ધરાઈ છે. સર્વેયરો અરજદારોનો સીધો સંપર્ક કરીને બાકી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત