Ahmedabad / ચીમનભાઈ પટેલ બ્રિજ 2 દિવસ રાત્રે બંધ રહેશે, જુઓ વૈકલ્પિક માર્ગોની યાદી

Ahmedabad / ચીમનભાઈ પટેલ બ્રિજ 2 દિવસ રાત્રે બંધ રહેશે, જુઓ વૈકલ્પિક માર્ગોની યાદી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચીમનભાઈ પટેલ બ્રિજ 2 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતીથી વટવા સુધીની પાયલોટિંગ તથા સેગમેન્ટ લગાડવાની કામગીરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 3 અને 4 નવેમ્બરના રોજ રાત્રીના 12થી સવારના 5 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે.

કોઈ જાનહાની ન સર્જાય તે માટે ડાયવર્ઝન અપાયું

ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર સ્ટીલના બ્રિજ ખસેડવાની કામગીરી હાથ ધરવાની હોવાથી આ સ્ટીલનો બ્રિજ વધુ વજન ધરાવતો અને મોટી સાઈઝમાં હોવાથી કામ કરતી વખતે કોઈ જાનહાની કે બનાવ બનાવા ન પામે તે માટે બ્રિજ પરના માર્ગને ટ્રાફિક માટે ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.

જાહેરાત

RTOથી પાવર હાઉસ જવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે

ટ્રાફિક ડાયવર્ઝનમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો માટે સાબરમતી, વાડજ, ગાંધીઆશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. જ્યારે ભારે વાહનો માટે પણ પાવર હાઉસથી RTO તરફ જવા જનપથ ત્રણ રસ્તા થઈ વિસત સર્કલ થઈને ચાંદખેડા ચાર રસ્તા ઝુંડાલ સર્કલ થઈ ત્રાગડ અંડર પાસથી જગતપુર ઓવર બ્રિજ થઈ ગોદરેજ ગાર્ડન ચાર રસ્તાથી ન્યુ રાણીપ બ્રિજથી બલોલનગર ચાર રસ્તાથી રાણીપ ડી-માર્ટ ચાર રસ્તાથી RTO તરફ જઈ શકાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત