અમદાવાદના નિકોલમાં બેકાબૂ કારનો કહેર, પાથરણાવાળાને કચડ્યા; ત્રણના મોતની આશંકા

અમદાવાદના નિકોલમાં બેકાબૂ કારનો કહેર, પથારણાવાળાને કચડ્યા; એકનું મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શહેરના નિકોલ વિસ્તારમાં સોમવાર, 2 નવેમ્બરની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક બેકાબૂ કારે રસ્તાની બાજુમાં બેઠેલા પથારણાવાળાઓને અડફેટે લેતાં  ત્રણના મોતની આશંકા સેવાઇ રહી છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બેકાબૂ કારે પથારણાવાળાઓને અડફેટે લીધા

મળતી માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે રાત્રિના સમયે પથારણાવાળાઓ રસ્તાની બાજુમાં બેઠા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેમના પર કાબૂ ગુમાવ્યો હતો અને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણના મોતની આશંકા સેવાઇ રહી છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જાહેરાત

કારમાંથી બિયરની બોટલો મળી આવતાં ચર્ચા

અકસાનગ્રસ્ત કારની તપાસ દરમિયાન તેમાંથી બિયરની બોટલો મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતને પગલે કારચાલક દારૂના નશામાં હતો કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. જોકે, માત્ર બિયરની બોટલો મળી આવવાથી કારચાલક નશામાં હતો એવું નિશ્ચિત કહી શકાય નહીં. આ અંગે મેડિકલ તપાસ અને પોલીસની સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

ટ્રાફિક પોલીસની તપાસ શરૂ

અકસ્‍માતની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરની પરિસ્થિતિ સંભાળી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. કાર કોણ ચલાવી રહ્યું હતું, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બેદરકારી કે નશાની કોઈ ભૂમિકા હતી કે નહીં તે સહિતનાં પાસાં તપાસવામાં આવશે. આ ઘટનાએ શહેરમાં માર્ગ સુરક્ષા અને બેદરકાર ડ્રાઇવિંગ અંગે ફરી ચિંતા ઊભી કરી છે. ખાસ કરીને રસ્તાની બાજુમાં રોજગાર કરતા પથારણાવાળાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત