TAT-HSનું પરિણામ જાહેર: દિવાળી પહેલા ઉમેદવારોને મળી ખુશખબર, આ લિંક પર સીટ નંબર નાખી ચેક કરો રિઝલ્ટ

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS (ઉચ્ચતર માધ્યમિક)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે.
TAT-HSની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર
TAT-HSના ઉમેદવારો SEBની સત્તાવાર વેબસાઈટ https://sebexam.org/Form/printResult પરથી પરિણામ જોઈ શકશે. જેમાં ઉમેદવારો પોતાનો સીટ નંબર અને જન્મ તારીખ નાખીને રિઝલ્ટ ચકાસી શકશે.

279 સેન્ટરો પર યોજાઈ હતી પરીક્ષા
રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નવા શિક્ષકો નિમવા માટેની મહત્ત્વપૂર્ણ TAT-HSની પ્રિલિમ પરીક્ષાના પડકારને પાર કરીને 70થી વધુ માર્ક્સ મેળવનારા 51,971 ઉમેદવારોએ ગત 8 ઑગસ્ટે મુખ્ય પરીક્ષા આપી હતી. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 279 સેન્ટરો પર ચુસ્ત અને પારદર્શી વાતાવરણમાં કસોટી લેવામાં આવી હતી.
બે શિફ્ટમાં થયું હતું પરીક્ષાનું આયોજન
પ્રથમ સત્ર: સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી
બીજું સત્ર: બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી














