Video: વાંસદામાં ૩ માસથી પગાર ના મળતાં અનંત પટેલની આગેવાનીમાં રેલી!

સોર્સ: gstv

નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકામાં જી રામજી યોજનાના કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. દિવાળી જેવા મુખ્ય તહેવારોના સમયે જ ગરીબ શ્રમિકો અને લાભાર્થીઓ પોતાના હકના વેતનથી વંચિત રહેતાં વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કામદારો જોડાયા હતા. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી તહેવાર પહેલાં બાકી લેણી રકમ તાત્કાલિક ચૂકવવાની માગ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે તંત્રને આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે જો વહેલી તકે શ્રમિકોનું વેતન છૂટું કરવામાં નહીં આવે, તો તાલુકા પંચાયતના પટાંગણમાં જ અનિશ્ચિત મુદતના ધામા નાખીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત