Video: ICAI દ્વારા જાહેર કરાયેલા CA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદના 751 વિદ્યાર્થીઓ ઝળક્યા

ICAI દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. અમદાવાદ કેન્દ્રનું પરિણામ 20 પોઈન્ટ 94 ટકા આવ્યું છે, જે ઓલ ઈન્ડિયા સરેરાશ પરિણામ કરતાં 18 પોઈન્ટ 93 ટકા વધુ હોવાનું જણાવાયું છે. અમદાવાદ કેન્દ્ર પરથી કુલ 3 હજાર 587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 751 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ પરિણામમાં દેવાંગ સંઘવીએ અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જ્યારે શૈવલ સુતરિયાએ પણ રેન્કર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
જાહેરાત







