Video: રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર માધવ પાર્કના કોમન પાર્કિંગમાં એક કારમાં લાગેલી આગ પ્રસરી..કુલ પાંચ કાર બળીને ખાખ

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર પુનિત નગર પાછળ આવેલા માધવ પાર્કના કોમન પાર્કિંગમાં અચાનક વિકરાળ આગ ભબકી ઊઠવાની ઘટના સામે આવી છે. કોઈ અગમ્ય કારણોસર એક કારમાં લાગેલી આગે જોતજોતામાં આસપાસ પાર્ક કરેલી અન્ય કારોને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. વારાફરતી કુલ ૫ કાર આ ભયાનક આગની ચપેટમાં આવી જતાં મોટું નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જાહેરાત








