Video: રાજકોટમાં ગીતાબેનનો પરિવાર હાથની કળાથી સજાવે છે દિવાળી

સોર્સ: gstv

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને બજારમાં રંગબેરંગી સજાવટની વસ્તુઓની માંગ વધી રહી છે. ત્યારે ગીતાબેનનો પરિવાર છેલ્લા 40 વર્ષથી હાથની કળાથી તોરણ, ઝૂમર, રૂમાલ અને ટોડલિયાં બનાવી દિવાળીની રોનકમાં વધારો કરી રહ્યો છે. પરિવારના પાંચ સભ્યો સાથે મળીને અલગ-અલગ જવાબદારી નિભાવી વિવિધ ડિઝાઇનની વસ્તુઓ તૈયાર કરે છે. વર્ષોના અનુભવના આધારે અંદાજે અડધા કલાકમાં બે-ત્રણ સજાવટની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જોકે, કાચા માલના ભાવમાં વધારો થતાં આ વર્ષે સજાવટની વસ્તુઓ પણ મોંઘી બની છે અને તોરણ તથા રૂમાલના ભાવ 200થી 300 રૂપિયા સુધી પહોંચ્યા છે. તેમ છતાં મશીનથી બનતી વસ્તુઓના વધતા ચલણ વચ્ચે હાથની કળાથી તૈયાર થતી પરંપરાગત સજાવટનું આકર્ષણ યથાવત્ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત