Video: સુરતમાં ફટાકડા લાયસન્સ માટે લાંચ લેતા બે ઝડપાયા

સોર્સ: gstv

સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અઠવા ઝોનના પીપલોદ વોર્ડ નંબર 37 Aમાં ફટાકડાના વેચાણ માટેનું લાયસન્સ આપવાના બદલામાં રૂપિયા 11 હજારની લાંચ માગવામાં આવી હતી. જાગૃત નાગરિકે આ અંગે ACBમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલ જોશીના કહેવાથી 11 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા સફાઈ કામદાર શૈલેષ સોલંકીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપાયા હતા..

આ સમાચાર શેર કરો

જાહેરાત