Video: સાબરકાંઠાના વાસડોલમાં ગેરકાયદે ખનન સામે રોષ

સાબરકાંઠાના ઈડર તાલુકાના વાસડોલ ગામે ગેરકાયદેસર ખનનના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની ગૌચર જમીન અને તળાવમાં મોટા પાયે ખનન થયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. સર્વે નંબર 116, 87 અને ખાતા નંબર 289માં મોટા પાયે ખનન થયાની રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 168-Gના નિર્માણ કાર્યના નામે ગેરકાયદેસર ખનન થતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક પંચાયતમાં અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતાં ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ખનન માફિયાઓ સામે તાત્કાલિક તપાસ કરી ગૌચર જમીન અને તળાવનું રક્ષણ કરવા ગ્રામજનોએ તંત્ર સમક્ષ માગ કરી છે.
જાહેરાત







