Video: દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા દિવડાઓનું વેચાણ

ગાંધીનગરમાં દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા દિવડાઓનું વેચાણ કરવા વિશેષ આયોજન હાથ ધરાયુ હતું. સેક્ટર-21 માર્કેટ ખાતે બાળકોએ સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલા સુંદર દિવડાઓના વેચાણ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોની અદ્ભુત કળા, મહેનત અને આત્મનિર્ભરતાને બિરદાવવા તેમજ તેમને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા..તેમણે જાતે હાજર રહી દિવડાઓનું વેચાણ કરાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહી દિવડાના વેચાણ અને વિતરણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિથી દિવ્યાંગ બાળકોમાં પણ નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો
જાહેરાત








