Video: ભરૂચમાં CNGના વધતા ભાવથી રિક્ષાચાલકો પરેશાન, ગુજરાન ચલાવવું મુશ્કેલ

સોર્સ: gstv

CNG ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી હવે રિક્ષાચાલકોની ચિંતામાં વધારો થયો છે. તાજેતરમાં અદાણી CNG દ્વારા ભાવમાં વધારો કરવામાં આવતા ગેસનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. હવે જો ગુજરાત ગેસ દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે તો CNGથી ચાલતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ભરૂચ શહેરમાં CNGના વધતા ભાવને લઈને રિક્ષાચાલકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ત્યારે રિક્ષાચાલકોએ સરકારને CNGના ભાવ પર નિયંત્રણ લાવી આર્થિક રાહત આપવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત