Video: ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઝડપાયો

સોર્સ: gstv

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના 'મ્યુલ હન્ટ 2.0' અભિયાન હેઠળ વિવિધ લોકોના બેંક એકાઉન્ટ અને તેની કીટ ભાડે મેળવી સાયબર ફ્રોડના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરાવનાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દુબઈ સુધી ફેલાયેલા રેકેટ સાથે સંકળાયેલો હોવાની વિગતો સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે કબજામાં લીધો છે. ચીફ કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત