Video: પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ડેમ તૂટ્યો, જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીનની મદદથી બની રહેલા વિશાળ તારબેલા ડેમ પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ડેમના પાંચમા વિસ્તરણ પ્રોજેક્ટ એટલે કે ટી ફાઈવના નિર્માણ સ્થળે પહાડ અને ખડકનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. કનેક્ટિંગ ટનલના ખોદકામ દરમિયાન નબળો ખડક તૂટી પડતાં પાણીનો પ્રચંડ પ્રવાહ ટનલ અને નિર્માણાધીન પાવર હાઉસમાં ઘૂસી ગયો હતો. પાકિસ્તાનની વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાને પગલે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી બાંધકામની કામગીરી અટકાવી દેવામાં આવી હતી ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવતા સિંધુ નદીમાં જળસ્તર વધવાની આશંકા છે, જેને પગલે સ્થાનિક તંત્રએ નાગરિકો માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
જાહેરાત






