Video: ભારત સહિત 4 દેશોના જહાજોને કોઈ જ રોકટોક વિના હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી એક સારા સમાચાર સામે આવ્યાછે. માહિતી અનુસાર ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી દીધી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક અને કતાર પર સામેલ છે. ઈરાનની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને જણાવ્યું કે આ ચાર દેશોના જહાજોને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જહાજોની અવર-જવરની છૂટ આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારને આ છૂટનો ફાયદો મળશે. તેમના જહાજોને કોઇ રોક-ટોક નહીં કરવામાં આવે. અમેરિકા પણ એમના જહાજોને રોકતું નથી. હયાતે કહ્યું કે અમારી આ છૂટ ઈરાન અને ચારેય દેશો વચ્ચેના પરસ્પર હિત દર્શાવે છે. અમારી તરફથી ભારતીય જહાજોને અવર-જવરમાં મદદ કરવામાં આવી રહી છે જેથી ઈરાન ભારતથી દવાઓની આયાત વધારી શકે. જ્યારે ચીનના જહાજોને આ છૂટ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.





